અમથું અમથું

અમથું અમથું ગભરાતું ને દોડ્યું જાતું કોઈ.

પીછાંઓનો પીછો કરતુ, નાનકડાં ગીતો ગણગણતું.
પતંગિયાની પાછળ દોડી ઝરણી માફક ખળખળ થાતું.

આસપાસમાં જોતું-જોતું ભાગી જાતું કોઈ…અમથું -અમથું …

પાણીમાં છબછબિયાં કરતું, રેતીમાં કૂબાઓ કરતું.
નાનકડી પગલીઓ પાડી માટીમાં ખરડાતું જતું.

રેશમના રૂમાલની માફક સરકી જાતું કોઈ…અમથું -અમથું…

ફૂલતણી પાંદડીઓ સાથે છાની-માની વાતો કરતું,
જોઉં જરા ત્યાં ડોક ઘુમાવી તોફાની-લજ્જાળુ હસતું,

સુખનું કારણ સંગોપીને છટકી જાતું કોઈ…અમથું -અમથું …


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

Advertisements

પ્રાર્થના

શ્રદ્ધા મારું બળ બનજો;
ને મહેનત એ વિશ્વાસ,

ધ્યેય સુધી ધબકતા રહેજો;
આમ જ મારા શ્વાસ.

પ્રભુજી પ્યારા પૂરી કરજો;
નાનકડી આ આસ,

ધરતી ઉપર ઊભી રહીને;
આંબુ હું આકાશ!


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

ધરતી અને છોડવાનું ગીત

છોડ પર ફૂલ કળીરૂપે બેઠું
ને છોડ લૂમેઝૂમે, ઘમ્મર ધૂમે!

કળી ધીરેધીરે પાંખો પસારે
છોડ ધરતીના તનને ચૂમે!

ઊગીને ઉભું થયું જાણે શિશુ સમું,
છાતી કાઢીને કેવું મલકે!

છોડ લળી જાય વાત ધરતીને કહેવા
મને ધરતી તો માડી લાગે.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂