થોડા જ વખતમાં

થોડા વખતમાં માછલીઓ જળ વગર જીવતી થશે
થોડા વખતમાં રાત અંધારા વગર આવી જશે

થોડા વખતમાં રણ લીલ્લું છમ્મ દેખાતું થશે
થોડા વખતમાં કાચ જુઠ્ઠું બોલતાં શીખી જશે

થોડા વખતમાં આંખ ભીંજાયા વગર રડતી થશે
થોડા વખતમાં રાખ ઓઢી આગ આ પોઢી જશે

થોડા વખતમાં પૂર પાછા જવાનું જાણી જશે
થોડા વખતમાં કાંચળી ખંખેરતા ફાવી જશે

આ બાળપણ ને ભોળપણ બહુ ઝડપથી સરકી જશે
આ જીવ સચ્ચાઈ વગર જીવાવાનુંયે પામી જશે.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

Advertisements

એક કવિતા

મારો ધસમસતો પ્રેમ તું સહી નહીં શકે.
તારો પ્રેમ પણ ગણતારીવાળો છે.
હું તો વરસી શકું સૂપડાધારે, ત્યારે –
તારો તો ખોબો યે કાણો હોય છે.
મને ખપે છે ભર્યું ભર્યું મૌન, ને
તારા તો શબ્દો યે ખાલી-ખાલી હોય છે.
તારા તાટસ્થને હું શું નામ આપું?
હું લાગણીથી લથબથ તું કોરોધાકોર હોય છે.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

તોફાન પૂર્વે

ખોરડું કિલ્લો બની પડઘાય છે,
ઓસરી દરિયો બની રેલાય છે.

વેદના હૈયામાં જાણે નાચતી,
તાળી દઈને ઝાંઝરી શરમાય છે.

કોઈ ચીલો શોધતું આકાશમાં
કોઈ રસ્તે લડ્ખડાતું જાય છે.

વરસાદ રેતીને કહે: “તું બેસજે”
વંટોળ આવીને જગાડી જાય છે.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

સ્મરણો તો…

સ્મરણો તો આછરેલાં જ્ળ જેવાં હોય છે,

ને જાત ની સાથે કરેલાં છળ  જેવાં હોય છે.

એક ભીડો ત્યાં અચાનક ધ્વાર બીજુ ઉઘડે

એ ભેદના ભંડારની કોઇ ક્ળ જેવાં હોય છે.

મૂળમાંથી કોતરાતા વ્રુક્શના પર્ણો ક હે છે,

“કોઇ સ્મરણો જીવવાના બળ જેવાં હોય છે.”

સમયના પોલાણમાં જે જોરથી ધરબી દીધી તી,

એ હ્ર્દયની કોઇ આળી પળ જેવાં હોય છે.

સ્મરણો તો આછરેલાં જ્ળ જેવાં હોય છે,

ને જાત ની સાથે કરેલાં છળ  જેવાં હોય છે.

— નેહા