છું – છું – નથી – છું માં ‘છૂ’

હું જે ‘છું’ એ તો છું જ,
પણ જે ‘નથી’ એ પણ છું.
જે ‘છું’ છું, એ મારી મરજીથી છું.
– ને જે ‘નથી’ છું એ તારી મરજીથી છું.
આ છું – છું – નથી – છું ની છૂપાછૂપીમાં
તું મારાથી – હું તારાથી
ક્યાંય ‘છૂ’ નહીં થઇ જઈએ ને?????


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

Advertisements

કવિતા

હું એ દિવસની રાહ જોઉં છું
જયારે –
મારા પગ પાંખો બની જશે
મારી આંખોમાં સૂરજ ઉગશે
અને –
હું તને ગમે ત્યાંથી શોધી કાઢીશ.


નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

અભિમન્યુ

કામમાં સતત વ્યસ્ત રહેવું એ જ
ગમ ભૂલવાનો ઉપાય છે.
હવે તો એમ જ કરવું પડશે
નહિ તો ખુલ્લા પડી જવાય છે.
કામ કર જીવ! સતત કામ કરજે
વિચારોમાં નહી તો છતો થઇ જઈશ.
વિચારોની ટેવ નથી બહુ રાખવા જેવી,
કોઈ નહી પૂછે, તું કોડીનો થઇ જઈશ.
જખમ કરનાર હોય આપણા પોતાના જ
ગણવા રહીશ તો તો બુઢો થઇ જઈશ.
દિલને લાગતા ઘસરકા ભૂલી જજે
જોવા રહીશ તો ‘અભિમન્યુ’ થઇ જઈશ.
નેહા

Note: I am moving to a new location http://www.nehajoshi.com in a few days 🙂

ઓણ તો શિયાળો અમને બહુ નડ્યો!

Neha Joshi

ઓણ તો શિયાળો અમને બહુ નડ્યો!

હિમશીલાઓના મારા વચ્ચે, ઠંડીના ચમકારા વચ્ચે
ઉભાં થરથર રડતાં-ડરતાં, પવન ગતીલો અડ્યો…અમને શિયાળો બહુ નડ્યો…

પહેલાંની ઠંડીની સામે આ ઠંડી તો ઝાંખી
હિમ પડે કે કરા પડે પણ હિંમત રહેતી આખી
ઓણ તો  એવો ભડવીરનો એ કામળો ટૂંકો પડ્યો…અમને…

ગઈ સાલ સુધી તો હૈયામાં ઉષ્માનો ભંડાર હતો
સરમાં વિચારોની ગરમીને હાથની હુંફ પર મદાર હતો

આજ હવે સૌ પ્યાર,હુંફ, થઈને ઠીકરું સમેટાઈ ગયાં
સરગર્મ વિચારો સંસારી ચાદર ઓઢીને સુઈ ગયા;

તાપણાઓની જ્વાળા કંઈ હૈયાને ગરમાવી શકશે?
હીટર ચાલુ કરવાથી કંઈ વિચારો જાગી શકાશે?

ગમે તેટલું સહેવાથી યે , ગમે તેટલું  મથવાથી યે
એ ગરમી એ નરમી એ બેશરમી પાછી આવી શકશે?

રજાઈ હેઠળ સંકોચાઈને સૂતાં-સૂતાં સપનાં આવ્યાં
પાછલા દિનનાં
અને ઊઠીને જોયું ત્યારે ખોવાયેલી જાતનો આવો
અગન-ખજાનો જડ્યો… અમને શિયાળો બહુ નડ્યો!

–નેહા